Frequently Asked Questions (FAQ)

Admission Committee for Professional Medical Educational Courses [ACPMEC]

B.J.Medical College, Civil Hospital Campus,

Asarwa, Ahmedabad-380016.

www.medguj.nic.in, www.medadmbjmc.in

 

 

A. મેડીકલ અને પેરામેડીકલના કોર્સની ની બેઠકો અંગેની માહિતી

B.   ઓનલાઈન ફોર્મ રજીસ્ટ્રેશન

C.   ફોર્મ ચકાસણી અને પ્રમાણપત્રોની ખરાઈ

D.  મેરીટ યાદી

E.    મેરીટના આધારે રૂબરૂમાં એડમિશનની પ્રક્રિયા

F.    રીપોર્ટીગ પ્રક્રિયા

G.  મેળવેલ પ્રવેશ રદ્દ કરવાની પ્રક્રિયા

H.  રીશફલીંગ પ્રક્રિયા

I.      ફી રીફંડ

 

મેડીકલ અને પેરામેડીકલના કોર્સની બેઠકો અંગેની માહિતી

પ્રશ્ન :

મેડીકલ અને ડેન્ટલના કોર્સમાં કુલ કેટલી બેઠકો છે?

જવાબ-:

મેડીકલ અને ડેન્ટલના કોર્સમાં નીચે મુજબ બેઠકો છે.

(આ માત્ર માહિતી માટે છે.તેમાં વધ-ઘટ થઇ શકે છે.)

સંસ્થા

કમિટી દ્વારા ભરવામાં આવતી બેઠકો

ઓલ ઈન્ડિયા ક્વોટા

મેનેજમેન્ટ ક્વોટા

કુલ બેઠકો

સરકારી મેડીકલ કોલેજો

૯૧૮

૧૬૨

૧૦૮૦

સ્વનિર્ભર મેડીકલ કોલેજો

૧૬૯૪

૫૫૬

૨૨૫૦

કુલ બેઠકો(મેડીકલ)

૩૩૩૦

સરકારી ડેન્ટલ કોલેજો

૧૭૦

૩૦

૨૦૦

સ્વનિર્ભર ડેન્ટલ કોલેજો

૭૧૬

૨૩૯

૯૫૫

કુલ બેઠકો(ડેન્ટલ)

૧૧૫૫

 

પ્રશ્ન :

મેડીકલ અને ડેન્ટલના કોર્સમાં કઈ રીતે એડમિશન થશે ?

જવાબ-:

મેડીકલ તથા ડેન્ટલ કોર્સમાં એડમિશન નીચે મુજબ થશે?

         સરકારી મેડીકલ તથા ડેન્ટલ કોર્સની ૮૫% બેઠકો તથા સ્વનિર્ભર સંસ્થાની ૭૫% બેઠકો ધોરણ ૧૨ કે તેની સમકક્ષ પરીક્ષાના ફીઝીક્સ + કેમેસ્ટ્રી +બાયોલોજી થીયરી ના ૬૦% અને ગુજકેટ ના ૪૦% માર્ક્સ મુજબ કેન્દ્રીય પ્રવેશ સમિતિ દ્વારા ભરવામાં આવશે.

         સરકારી મેડીકલ તથા ડેન્ટલ શાખાની ૧૫% બેઠકો કેન્દ્ર સરકાર (DGHS) દ્વારા ધોરણ ૧૨માં ઉત્તિર્ણ થયેલ હોય અને નીટ (NEET) માં લાયકાત ધરાવતા હોય તેવા વિદ્યાર્થીઓ નાં NEET 2016 આધારિત મેરીટ મુજબ ભરવામાં આવશે.

         સ્વનિર્ભર સંસ્થાઓની ૨૫% મેનેજમેન્ટ ક્વોટા બેઠકોમાંથી ૧૫% એન.આર.આઈ બેઠકો ગુજરાત સરકાર નાં વર્ષ ૨૦૧૬ ના વટહુકમ નંબર ૨ અન્વયે રદ કરવામાં આવેલ છે. અને ચાલુ વર્ષથી તમામ ૨૫ % બેઠકો મેનેજમેન્ટ બેઠકો તરીકે ગણવામાં આવશે.

         મેડીકલ અને ડેન્ટલ કોર્સની સ્વનિર્ભર સંસ્થાઓમાં ૨૫% મેનેજમેન્ટ ક્વોટાની બેઠકો ગુજરાત રાજ્યમાંથી ધોરણ ૧૨માં ઉત્તિર્ણ થયેલ હોય અને નીટ (NEET) માં લાયકાત ધરાવતા હોય તેવા વિદ્યાર્થીઓ નાં NEET 2016 આધારિત મેરીટ થી એકજ કોન્સોર્ટિયમ દ્વારા સીંગલ વીન્ડો પદ્ધતિથી મેરીટ મુજબ ભરવામાં આવશે.

 

 

 

 

 

પ્રશ્ન :

મેડીકલ તથા ડેન્ટલ સિવાયના અન્ય પેરામેડીકલના કોર્સમાં કુલ કેટલી બેઠકો છે?

જવાબ-:

મેડીકલ તથા ડેન્ટલ સિવાયના અન્ય પેરામેડીકલના કોર્સમાં નીચે મુજબ બેઠકો છે.

(આ માત્ર માહિતી માટે છે.તેમાં વધ-ઘટ થઇ શકે છે.)

સંસ્થા

કમિટી દ્વારા ભરવામાં આવતી બેઠકો

મેનેજમેન્ટ ક્વોટા

કુલ બેઠકો

સરકારી અને અનુદાનિત

(Grant in Aid) આયુર્વેદ કોલેજો

૨૯૦

૨૯૦

સ્વનિર્ભર આયુર્વેદ કોલેજો

૨૪૦

૮૦

૩૨૦

કુલ બેઠકો

૬૧૦

સરકારી અનુદાનિત (Grant in Aid)

હોમિયોપેથી કોલેજો

૪૦૦

૪૦૦

સ્વનિર્ભર હોમિયોપેથી કોલેજો

૯૯૪

૩૩૧

૧૩૨૫

કુલ બેઠકો

૧૭૨૫

સરકારી ફીઝીયોથેરાપી કોલેજો

૩૮૦

૩૮૦

સ્વનિર્ભરફીઝીયોથેરાપી કોલેજો

૧૭૨૧

૫૭૪

૨૨૯૫

કુલ બેઠકો

૨૬૭૫

સરકારી બી.એસ.સી નર્સીગ કોલેજો

૩૯૦

૩૯૦

સ્વનિર્ભર બી.એસ.સી નર્સીગ કોલેજો

૧૪૫૫

૪૮૫

૧૯૪૦

કુલ બેઠકો

૨૪૦૫

સ્વનિર્ભર ઓપ્ટ્રોમેટ્રી કોલેજો

૧૦૧

૩૪

૧૩૫

કુલ બેઠકો

૧૩૫

સ્વનિર્ભર નેચરોપેથી કોલેજો

૨૩

૩૦

કુલ બેઠકો

૩૦

સ્વનિર્ભર ઓડીયોલોજી કોલેજો

૨૧

૨૫

કુલ બેઠકો

૨૫

સરકારી ઓર્થોટીકસ એન્ડ

પ્રોસ્થેટીક કોલેજો

૧૦

૧૦

કુલ બેઠકો

૧૦

 

 

પ્રશ્ન :

મેડીકલ તથા ડેન્ટલ સિવાયના અન્ય પેરામેડીકલના કોર્સમાં કઈ રીતે એડમિશન થશે ?

જવાબ-:

મેડીકલ તથા ડેન્ટલ સિવાયના અન્ય પેરામેડીકલના કોર્સમાં નીચે મુજબ એડમિશન થશે.

         પેરામેડીકલ કોર્સની સરકારી તથા સરકારી અનુદાનિત સંસ્થાઓની ૧૦૦ % અને સ્વનિર્ભર સંસ્થાઓની ૭૫ % બેઠકો ધોરણ ૧૨ કે તેની સમકક્ષ પરીક્ષાના ફીઝીક્સ + કેમેસ્ટ્રી +બાયોલોજી થીયરી ના ૬૦% અને ગુજકેટ ના ૪૦% માર્ક્સ મુજબ કેન્દ્રીય પ્રવેશ સમિતિ દ્વારા ભરવામાં આવશે.

         મેડીકલ તથા ડેન્ટલ સિવાયના અન્ય પેરામેડીકલ કોર્સની ૨૫% મેનેજમેન્ટ ક્વોટાની બેઠકો ગત વર્ષ મુજબના નિયમો અનુસાર ધોરણ ૧૨ કે તેની સમકક્ષ પરીક્ષાના ફીઝીક્સ + કેમેસ્ટ્રી +બાયોલોજી થીયરી ના ૬૦% અને ગુજકેટ ના ૪૦% માર્ક્સ મુજબ સંલગ્ન કોન્સોર્ટિયમ દ્વારા ભરવામાં આવશે.

 

ઓનલાઈન ફોર્મ રજીસ્ટ્રેશન :

પ્રશ્ન :

એડમિશન કમિટિ ફોર પ્રોફેશનલ મેડીકલ એજ્યુકેશનલ કોર્ષીસ (એ.સી.પી.એમ.ઈ.સી.) દ્વારા કયા કયા અભ્યાસક્રમોમાં પ્રવેશ આપવામાં આવે છે?

જવાબ-:

એડમિશન કમિટિ ફોર પ્રોફેશનલ મેડીકલ એજ્યુકેશનલ કોર્ષીસ (એ.સી.પી.એમ.ઈ.સી.) દ્વારા નીચેના અભ્યાસક્રમોમાં પ્રવેશ આપવામાં છે. આ રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં મેડીકલ અને પેરામેડીકલના બધાજ કોર્ષ માટે એક ફોર્મ ભરવાનું રહેશે. અલગ અલગ ફોર્મ ભરવાની કોઈ જરૂર નથી.


       મેડીકલ [MBBS]

       ડેન્ટલ [BDS]

       આર્યુવેદ [BAMS]

       હોમીયોપેથી [BHMS]

       ફીઝીયોથેરાપી [BPT]

       બી.એસ.સી નર્સીગ [BSc NURSING]

       ઓપ્ટ્રોમેટ્રી [Optometry]

       નેચરોપેથી [B Nat.]

       ઓડીયોલોજી [Audiology]

       ઓર્થોટીકસ એન્ડ પ્રોસ્થેટીક [Orthotic & Prosthetics]


આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા ભવિષ્યમાં જાહેર કરવામાં આવતા અભ્યાસક્રમનો સમાવેશ કરવામાં આવશે.

 

 

 

પ્રશ્ન :

બી.એસ.સી નર્સીગ, જનરલ નર્સીગ એન્ડ મિડવાઈફરી (G.N.M.) અને ઓક્ઝીલરી નર્સ મિડવાઈફ (A.N.M.) માટે અલગ અલગ ફોર્મ ભરવા પડશે?

જવાબ-:

બી.એસ.સી નર્સીગ [BSc NURSING] તથા જનરલ નર્સીગ એન્ડ મિડવાઈફરી (G.N.M.) અને ઓક્ઝીલરી નર્સ મિડવાઈફ (A.N.M.) માટે ની એડમિશન કમીટી અલગ છે. અત્રેની એ.સી.પી.એમ.ઈ.સી કમિટી માત્ર બી.એસ.સી નર્સીગમાં પ્રવેશ આપે છે. G.N.M. અને A.N.M માં પ્રવેશ માટે તેમની કમિટી નો સંપર્ક કરવાનો રહેશે.

 

પ્રશ્ન :

મેનેજમેન્ટ ક્વોટા અને એન.આર.આઈ ક્વોટા માટે શું પ્રક્રિયા કરવી પડશે?

જવાબ-:

જો કોઈ વિદ્યાર્થીને મેનેજમેન્ટમાં ક્વોટામાં એડમીશન લેવુ હોય તો વિદ્યાર્થી જે તે અભ્યાસક્રમ ની સ્વનિર્ભર કોલેજ દ્વારા બનાવેલ કોન્સોર્ટિયમ નો સંપર્ક કરી તે અંગે ની કાર્યવાહી કરવાની રહેશે. જ્યારે એન.આર.આઈ ક્વોટાની બેઠકો સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ના નવા ઠરાવ Gujarat Ordinance No 2 of 2016 dated 10th June, 2016 અનુસાર હવેથી ઉપલબ્ધ નથી.

 

પ્રશ્ન :

ઓનલાઈન ફોર્મ રજીસ્ટ્ર્રેશન માટેની પ્રાથમિક આવશ્યકતાઓ કઈ છે ?

જવાબ-:

ઓનલાઈન ફોર્મ રજીસ્ટ્ર્રેશન માટેની પ્રાથમિક આવશ્યકતાઓ,

         ગુજકેટ-૨૦૧૬ આપેલ હોય

         પીન નંબર

પ્રશ્ન ૯:

ઓનલાઈન ફોર્મ રજીસ્ટ્રેશન પ્રક્રિયા કયારે અને કયાંથી કરી શકાશે?

જવાબ-:

ઓન લાઈન ફોર્મ રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં કમિટીએ નક્કી કરેલ સમયમર્યાદામાં કમિટીએ નક્કી કરેલી બેંકની શાખાઓમાંથી રૂબરૂમાં ફોર્મ-ફી (રૂ. ૧૮૦/-) ચૂકવીને પીન નંબર તથા માહીતી પુસ્તિકા મેળવી શકાશે.

અથવા

વેબસાઈટ www.medguj.nic.in પર જઈને ઓનલાઈન ફોર્મ-ફી (રૂ. ૧૮૦/-) ચૂકવીને પીન નંબર તથા માહીતી પુસ્તિકા મેળવી શકાશે.

         નક્કી કરાયેલ બેંકની શાખાઓની યાદી વેબસાઈટ પર ઉપલબ્ધ છે.

         વિદ્યાર્થી ખુદ ઇન્ટરનેટની સુવિધા ધરાવતા સ્થળેથી ઓનલાઈન ફોર્મ રજીસ્ટ્રેશન કરી શકે છે. અથવા કમીટી દ્વારા નક્કી કરેલા હેલ્પ સેન્ટર દ્વારા પણ ઓનલાઈન ફોર્મ રજીસ્ટ્રેશન (તદ્દન નિ:શુલ્ક) કરી શકે છે.

 

પ્રશ્ન ૧૦:

ઓનલાઈન રજીસ્ટ્રેશન અને એડમિશનની માહીતી માટે હેલ્પ સેન્ટરો ખોલવામાં આવશે?

જવાબ-૧૦:

હા, કમીટી દ્વારા નીચેના સ્થળો પર હેલ્પ સેન્ટરો ખોલવામાં આવશે.


1.       બી.જે.મેડીકલ કોલેજ, અમદાવાદ.

2.       સરકારી મેડીકલ કોલેજ, વડોદરા

3.       સરકારી મેડીકલ કોલેજ, સુરત

4.       સરકારી મેડીકલ કોલેજ, ભાવનગર

5.       પી.ડી.યુ. મેડીકલ કોલેજ, રાજકોટ

6.       એમ.પી.શાહ મેડીકલ કોલેજ, જામનગર

7.       જી.એમ.ઈ.આર.એસ. મેડીકલ કોલેજ, સોલા, અમદાવાદ

8.       જી.એમ.ઈ.આર.એસ. મેડીકલ કોલેજ, ગાંધીનગર

9.       જી.એમ.ઈ.આર.એસ. મેડીકલ કોલેજ, ધારપુર-પાટણ

10.   જી.એમ.ઈ.આર.એસ. મેડીકલ કોલેજ, હિંમતનગર

11.   જી.એમ.ઈ.આર.એસ. મેડીકલ કોલેજ, ગોત્રી, વડોદરા

12.   જી.એમ.ઈ.આર.એસ. મેડીકલ કોલેજ, વલસાડ

13.   જી.એમ.ઈ.આર.એસ. મેડીકલ કોલેજ, જૂનાગઢ


 

પ્રશ્ન ૧૧:

જો પીન નંબર ખોવાઈ જાય તો કઈ પ્રક્રિયા કરવાની રહેશે?

જવાબ-૧૧:

જો પીન નંબર ખોવાઈ જાય તો મુખ્ય મથક [CCR (Central Control Room)], બી.જે મેડીકલ કોલેજ, સિવિલ હોસ્પિટલ કેમ્પસ, અમદાવાદ ખાતે રૂબરૂમાં આવી ને જરૂરી પૂરાવા રજૂ કર્યે થી , કમિટી દ્વારા નક્કી કરેલ પેનલ્ટી ચૂકવ્યા બાદ આપનો પીન પુન:પ્રાપ્ત કરી શકો છો.

રજુ કરવાના જરૂરી પુરાવા

         ખરીદેલ પીનની રસીદ

         ધોરણ ૧૨ની માર્કશીટ

         ગુજકેટ ૨૦૧૬ની માર્કશીટ

 

પ્રશ્ન ૧૨:

ઓનલાઈન રજીસ્ટ્રેશન કરતી વખતે કયા કયા પ્રમાણપત્રો સાથે રાખવા?

જવાબ-૧૨:

ઓનલાઈન રજીસ્ટ્રેશન કરતી વખતે નીચેના પ્રમાણપત્રો સાથે રાખવા...

() ગુજરાત બોર્ડ ધોરણ -૧૨ વિજ્ઞાન પ્રવાહની માર્કશીટ (ચાર સેમેસ્ટરના માર્ક્સ દર્શાવતી માર્ક્સશીટ) અથવા સેન્ટ્રલ બોર્ડ / ISCE બોર્ડ વિજ્ઞાન પ્રવાહની માર્કશીટ

() ગુજકેટ -૨૦૧૬ ની માર્કશીટ

() ધોરણ -૧૦ની માર્કશીટ

() શાળા છોડયાનું પ્રમાણપત્ર ( જો પ્રમાણપત્રમાં જન્મ સ્થળ દર્શાવેલ ના હોય તો, જન્મ નો દાખલો રજુ કરવો)

() અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું જાતિ પ્રમાણપત્ર તથા બિનઅનામત વર્ગના આર્થીક રીતે પછાત વિદ્યાર્થી માટે (EWS) સક્ષમ અધિકારી દ્વારા મેળવેલ આવકનું પરિશિષ્ટ નું પ્રમાણપત્ર (જો લાગુ પડે તો)

() સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે તા. /૦૪/૨૦૧૬ પછી મેળવેલ પરિશિષ્ટ (નોન ક્રિમીલેયર) પ્રમાણપત્ર

() શારીરીક ખોડખાંપણનું મેડીકલ ઓફીસર તથા મેડીકલ બોર્ડ દ્વારા પ્રમાણિત કરેલુ પ્રમાણપત્ર. (જો શારીરીક ખોડખાંપણ હોય તો)

() જો અમદાવાદ અથવા સુરતનાં લોકલ વિદ્યાર્થી હોય તો NHL Municipal Medical College Ahmedabad અથવા Surat Municipal Medical College, Surat (SMIMER) ના ડીનશ્રીનું પ્રમાણપત્ર

() બિનઅનામત વર્ગના આર્થીક રીતે પછાત વિદ્યાર્થી માટે પરિશિષ્ટ અ નું પ્રમાણપત્ર

(૧૦) પાસપોર્ટ (જો લાગુ પડે તો)

 

પ્રશ્ન ૧૩:

જો કોઈ વિદ્યાર્થીને ઓનલાઈન રજીસ્ટ્રેશનમાં કોઈ તકલીફ પડે તો કોનો સંપર્ક કરવાનો રહેશે?

જવાબ-૧૩:

જો કોઈ વિદ્યાર્થીને જાતે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરતી વખતે કંઈ પણ તકલીફ પડે તો વિદ્યાર્થીએ પોતાના નજીકના વિસ્તારમાં આવેલા હેલ્પ સેંટર નો સંપર્ક કરવાનો રહેશે અથવા કમિટીના હેલ્પલાઈન નંબર પર પણ મદદ મેળવી શકે છે.

 

 

પ્રશ્ન ૧૪:

ઓનલાઈન રજીસ્ટ્ર્રેશન ક્યારે confirm થયેલ ગણાશે?

જવાબ-૧૪:

એક વાર Registration details ભર્યા પછી I Accept બટન પર કલીક કરવાથી submit બટન આવશે તેના પર કલીક કરવાથી વિદ્યાર્થીએ ભરેલી વિગતો દર્શાવવામાં આવશે. જો વિગતોમાં ભૂલ જણાય તો વિદ્યાર્થી Edit Registration details પર કલીક કરવાથી વિગતોમાં ફેરફાર કરી શકશે. વિગતો સુધાર્યા બાદ Confirm Registration details બટન કલીક કરવું. ત્યારબાદ વિદ્યાર્થી ની Registration પ્રક્રિયા પૂર્ણ થયેલી ગણાશે. ત્યારબાદ Acknowledgement receipt ની Print મેળવી લેવી. એકવાર રજીસ્ટ્રેશન Confirm કર્યા બાદ વિદ્યાર્થી પોતાની જાતે ફોર્મમાં કોઈ પણ ફેરફાર કરી શકશે નહિ.

 

ફોર્મ ચકાસણી અને પ્રમાણપત્રોની ખરાઈ :

પ્રશ્ન ૧૫:

ઓનલાઈન રજીસ્ટ્ર્રેશન confirm થયા બાદ હેલ્પ સેન્ટર ખાતે જવાની જરૂર છે?

જવાબ-૧૫:

દરેક વિદ્યાર્થીએ હેલ્પ સેન્ટર ખાતે જવાની જરૂર નથી. વિદ્યાર્થીએ મેળવેલ રજીસ્ટ્રેશન સ્લીપમાં જો દર્શાવ્યું હોય તો તે મુજબના જરૂરી અસલ પ્રમાણપત્રો તથા તેની જરૂરી નકલો નજીકના હેલ્પ સેન્ટરે રૂબરૂમાં દર્શાવવાના રહેશે. જો ફોર્મ ચકાસણી દરમિયાન કોઈ ત્રૂટી જણાશે તો તેની વિદ્યાર્થી દ્વારા પૂર્તતા કર્યા બાદ જ તેની રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ ગણાશે.

 

પ્રશ્ન ૧૬:

ઓનલાઈન ભરેલા રજીસ્ટ્ર્રેશનને લગતી ક્ષતિની સુધારણા વિદ્યાર્થી કેવી રીતે કરી શકશે?

જવાબ-૧૬:

       વિદ્યાર્થીના Personal Details અને માર્ક્સને લગતી ભૂલોની સુધારણા રજીસ્ટ્ર્રેશન પ્રક્રિયા દરમ્યાન હેલ્પ સેન્ટર ખાતે રૂબરૂમાં આવી ને જરૂરી પૂરાવા રજૂ કર્યેથી કરી શકાશે.

       વિદ્યાર્થીના પીન નંબર, માર્ક્સ, Acknowledgement Receipt, મેરીટ અંગેની સુધારણા સી.સી.આર. (Central Control Room), બી.જે મેડીકલ કોલેજ, સિવિલ હોસ્પિટલ કેમ્પસ, અમદાવાદ ખાતે રૂબરૂમાં આવી ને જરૂરી પૂરાવા રજૂ કર્યેથી કરી શકાશે.

 

 

પ્રશ્ન ૧૭

ઓનલાઈન રજીસ્ટ્ર્રેશન કર્યા બાદ કઈ પ્રક્રિયા કરવામાં આવે છે?

જવાબ-૧૭

ઓનલાઈન રજીસ્ટ્ર્રેશન કર્યા બાદ નીચે મુજબ ની કાર્યવાહી કરવામાં આવે છે.

         ફોર્મની ચકાસણી અને પ્રમાણપત્રોની ખરાઈ

         ક્ષતિની સુધારણા

         મેરીટ લિસ્ટ

         પ્રવેશ પ્રક્રિયા માટે રૂબરૂ મુલાકાતનો કાર્યક્રમ

 

મેરીટ યાદી :

પ્રશ્ન ૧૮:

મેરીટ લીસ્ટ કેવી રીતે બનાવવામાં આવે છે?

જવાબ-૧૮:

મેરીટ લીસ્ટ મેરીટ માર્કસ ના આધારે બનાવવામાં આવે છે. મેરીટ માર્કસની ગણતરી નીચે મુજબ કરવામાં આવે છે.

         જીવ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન વિષયની લેખિત પરીક્ષામાં મેળવેલ કુલ ગુણને ૧૦૦%માં ફેરવ્યા બાદ તેના ૬૦% ગુણ.

         GUJCET ૨૦૧૬ માં મેળવેલ કુલ ગુણને ૧૦૦%મા ફેરવ્યા બાદ તેના ૪૦% ગુણ

         ઉપરોકત મેળવેલ લેખિત પરીક્ષાનાં ૬૦% તથા GUJCET ૨૦૧૬નાં ૪૦% ગુણનો સરવાળો કરો. જે તમારા મેરીટ માર્ક્સ થશે.

રીતે મેરીટ માર્ક્સની ગણતરી બાદ મેરીટ લીસ્ટ બનાવવામાં આવે છે.

પ્રશ્ન ૧૯:

મેરીટ લિસ્ટની જાણ વિદ્યાર્થીને કેવી રીતે થશે?

જવાબ-૧૯:

કમીટીની વેબસાઈટ www.medadmbjmc.in ઉપર મેરીટ લીસ્ટ જાહેર કરવામાં આવશે. ત્યારબાદ વિદ્યાર્થી પોતાના GUJCET 2016 ના સીટ નંબર ના આધારે મેરીટ નંબર જોઈ શકશે.

 

પ્રશ્ન ૨૦:

વિવિધ શૈક્ષણિક બોર્ડ અને કેટેગરીના મેરીટ અલગ અલગ હોય છે?

જવાબ-૨૦:

ગુજરાત બોર્ડ, CBSE અને ISCE બોર્ડના મેરીટ લિસ્ટ અલગ અલગ હોય છે. દરેક બોર્ડમાં સામાન્ય (General), બિનઅનામતમાં આર્થિક રીતે પછાત (EWS), અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST), સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC) તથા શારીરિક ખોડખાંપણ (PH) એમ દરેક કેટેગરીમાં અલગ અલગ મેરીટ લીસ્ટ પ્રસિદ્ધ કરવામાં આવશે.

 

મેરીટના આધારે રૂબરૂમાં એડમિશનની પ્રક્રિયા :

પ્રશ્ન ૨૧:

એડમિશન કમિટિનાં અભ્યાસક્રમોમાં એડમિશન માટેના લાયકાત ધોરણો કયા કયા છે?

જવાબ-૨૧:

એડમિશન માટેના લાયકાત ધોરણો નીચે મુજબ છે.

    વિદ્યાર્થીએ Gujarat (AB અથવા B ગ્રુપ) બોર્ડની ધોરણ ૧૨ વિજ્ઞાનપ્રવાહની પરીક્ષા પાસ કરેલ હોય

અથવા

CBSE & ISCE બોર્ડની ધોરણ ૧૨ વિજ્ઞાનપ્રવાહની પરીક્ષા ગુજરાત રાજયમાં આવેલ શાળામાંથી પાસ કરેલ હોય

    ગુજકેટ-૨૦૧૬ આપેલ હોય

    વિદ્યાર્થી ભારતીય નાગરીકતા ધરાવતો હોય

    ૩૧ ડિસેમ્બર ૨૦૧૬ સુધીમાં ઉમેદવારે ૧૭ વર્ષ પૂર્ણ કરેલ હોવા જોઇએ.

    જો વિદ્યાર્થીની શાળા ગુજરાત રાજ્ય બહાર હોય તો તે પ્રવેશ માટે લાયક ઠરશે નહીં. અપવાદરૂપે

  જો તેણે જવાહર નવોદય સ્કીમ અંતર્ગત ધોરણ 8 સુધી ગુજરાતમાં સ્થીત જવાહર નવોદય વિદ્યાલયમાં અભ્યાસ કરેલ હોય અને ત્યાર બાદ ગુજરાત બહાર આવેલી જવાહર નવોદય વિદ્યાલયમાં અભ્યાસ કરેલ હોય.

  વિદ્યાર્થીનાં માતા/પિતા અખિલ ભારતીય ઓફિસર જેવાકે IAS, IPS, IFS માં ગુજરાત રાજ્યમાં નિમણુંક મળેલ હોય અને હાલમાં ગુજરાત બહાર ડેપ્યુટેશન પર હોય

  વિદ્યાર્થીનાં માતા/પિતા ગુજરાતનાં સરકારી કર્મચારી હોય કે જેમને વહીવટી કારણોસર ગુજરાત બહાર મુકેલ હોય.

    નીચે મુજબના ખાસ કિસ્સામાં વિદ્યાર્થી પ્રવેશ માટે ગેરલાયક ઠરશે.

  જુલાઈ ૨૦૧૬માં પૂરક પરીક્ષા પાસ કરેલ હોય

  આ કમિટી દ્વારા અગાઉના શૈક્ષણિક વર્ષોમાં પ્રવેશ મેળવેલ હોય તથા અભ્યાસક્રમની અવધી પૂર્ણ થયેલ ના હોય

પ્રશ્ન ૨૨:

જો વિદ્યાર્થીની સિટીઝનશીપ (નાગરીકતા) ભારતીય ના હોય તેવા વિદ્યાર્થી ઓનલાઈન ફોર્મ રજીસ્ટ્રેશન કરી શકે?

જવાબ-૨૨:

જો વિદ્યાર્થીની સિટીઝનશીપ (નાગરીકતા) ભારતીય ના હોય તેવા વિદ્યાર્થી ઓનલાઈન ફોર્મ રજીસ્ટ્રેશન કરી શકશે પરંતુ તેમણે પ્રવેશ પ્રક્રિયા શરુ થતા પહેલા ભારતીય સિટીઝનશીપ (નાગરીકતા) મેળવવા અંગેની કરેલ અરજીની નકલ કમિટી ખાતે રજુ કરવાની રહેશે. જો પ્રવેશ મેળવશે તો તેણે ૩૧ જુલાઈ ૨૦૧૭ પહેલા ભારતીય સિટીઝનશીપ (નાગરીકતા) મેળવવાની રહેશે અન્યથા તેણે મેળવેલ પ્રવેશ આપોઆપ રદ્દ ગણાશે.

 

પ્રશ્ન ૨૩:

વિવિધ અભ્યાસક્રમમાં પ્રવેશ માટેના લઘુત્તમ યોગ્યતા ધોરણો ક્યા છે?

જવાબ-૨૩:

વિવિધ અભ્યાસક્રમમાં પ્રવેશ માટેના લઘુત્તમ યોગ્યતા ધોરણો નીચે મુજબ છે.

  1. ધોરણ ૧૨ HSC ના ગુણ

       મેડીકલ, ડેન્ટલ અને આયુર્વેદના અભ્યાસક્રમ માટેઃ [Biology, Physics, Chemistry (Theory + Practical)]

      જનરલ વર્ગ તથા બિન અનામતના આર્થિક રીતે પછાત (EWS) વિદ્યાર્થીઓ માટે 50%

      જનરલ વર્ગના PH વિદ્યાર્થીઓ માટે 45%

      અનૂસુચિત જાતિ, અનૂસુચિત જનજાતિ, 40% સામાજીક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ (ઉન્નત વર્ગ સિવાય) અને

આ કેટેગરીના PH વિદ્યાર્થીઓ માટે

        હોમિયોપથી / ફિઝિયોથેરાપી / ઓર્થોટીકસ અને પ્રોસ્થેટીક / ઓપ્ટોમેટ્રી/ ઓકયુપેશનલ થેરાપી / નેચરોપથી / ઓડીયોલોજીના અભ્યાસક્રમ માટેઃ

      તમામ વિદ્યાર્થીઓ માટે ધોરણ-૧૨ પાસ

       બી.એસ.સી.નર્સિંગ અભ્યાસક્રમ માટેઃ [Biology, Physics, Chemistry (Theory +Practical) તથા English]

      જનરલ વર્ગના તથા બિન અનામતના આર્થિક રીતે પછાત (EWS) 45%

અને જનરલ વર્ગના PH વિદ્યાર્થીઓ માટે

      અનૂસુચિત જાતિ, અનૂસુચિત જનજાતિ, સામાજીક અને 40% શૈક્ષણિક રીતે પછાતવર્ગ (ઉન્નત વર્ગ સિવાય) અને

આ કેટેગરીના PH વિદ્યાર્થીઓ માટેનાં વિદ્યાર્થીઓ માટે

  1. GUJCET 2016 માં મેળવેલ ગુણ

       મેડીકલ, ડેન્ટલ ના અભ્યાસક્રમ માટેઃ

      જનરલ વર્ગના તથા બિન અનામતના આર્થિક રીતે પછાત (EWS) વિદ્યાર્થીઓ માટે 50%

      જનરલ વર્ગના PH વિદ્યાર્થીઓ માટે 45%

      અનૂસુચિત જાતિ અનૂસુચિત જનજાતિ અને 40%

સામાજીક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ

(ઉન્નત વર્ગ સિવાય) નાં અને આ કેટેગરીના PH વિદ્યાર્થીઓ માટે

       આયુર્વેદ / હોમિયોપથી / ફિઝિયોથેરાપી / બી.એસ.સી.નર્સિંગ / ઓર્થોટીકસ અને પ્રોસ્થેટીક / ઓપ્ટોમેટ્રી/ ઓકયુપેશનલ થેરાપી / નેચરોપથી / ઓડીયોલોજીના અભ્યાસક્રમ માટેઃ

      તમામ વિદ્યાર્થીઓ માટે ગુજકેટ 2016 આપેલ હોવી જોઈએ.

 

પ્રશ્ન ૨૪

આયુર્વેદીક વિદ્યાશાખામાં પ્રવેશ માટે ધોરણ ૧૦ અથવા ધોરણ ૧૨માં સંસ્કૃત વિષય હોવો ફરજીયાત છે ?

જવાબ- ૨૪

આયુર્વેદીક વિદ્યાશાખામાં પ્રવેશ માટે ધોરણ ૧૦ અથવા ધોરણ ૧૨ માં સંસ્કૃત વિષય ફરજીયાત હતો તે ગુજરાત આયુર્વેદ યુનિવર્સીટીના વટહુકમ (Ordinance) મુજબ આ વર્ષથી રદ કરવામાં આવેલ છે, આથી આયુર્વેદિક વિદ્યાશાખામાં વર્ષ ૨૦૧૬-૧૭ માં પ્રવેશ માટે સંસ્કૃત વિષય ફરજીયાત નથી.

 

પ્રશ્ન ૨૫

પ્રવેશ પ્રક્રિયા કઈ રીતે હાથ ધરવામાં આવશે?

જવાબ- ૨૫:

પ્રવેશ કાર્યક્રમની વિગતવાર જાહેરાત જાણીતા સમાચારપત્રો તથા કમીટીની વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે. તે મુજબ વિદ્યાર્થીએ પોતાના મેરીટ નંબર મુજબ જણાવેલ સમય અને તારીખે રૂબરૂમાં રૂ. ૧૫,૦૦૦/- રોકડા ટોકન ફી તથા અસલ પ્રમાણપત્રો સાથે એડમિશન કમીટી, બી.જે.મેડીકલ કોલેજ, અમદાવાદ ખાતે આવવાનું રહેશે. જો વિદ્યાર્થી રૂબરૂમાં એડમિશન કમીટી, ખાતે હાજર ના રહી શકે તો તેના દ્વારા અધિકૃત કરેલ વ્યક્તિ (વાલી/ સગાં) કમીટીની વેબસાઈટ પર મુકેલ નમુના મુજબનો બાંહેધરી પત્ર (ઓથોરીટી લેટર) તથા ફોટોવાળો ઓળખનો પુરાવા સાથે પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લઇ શકશે.

 

પ્રશ્ન- ૨૬

પ્રવેશ પ્રક્રિયામાં વિદ્યાર્થીને એડમિશન કઈ રીતે ફાળવવામાં આવશે?

જવાબ- ૨૬:

વિદ્યાર્થીનાં અસલ પ્રમાણપત્રોની ચકાસણી કર્યા બાદ વિદ્યાર્થીને મેરીટ નંબર મુજબ મળતી તેની પસંદગીની વિદ્યાશાખામાં પ્રવેશ ફાળવવામાં આવશે. ત્યારબાદ એડમિશન કમીટીમાં રહેલ બેંકની શાખામાં રૂ. ૧૫,૦૦૦/- રોકડા ટોકન ફી ભરવાની રહેશે. ત્યારબાદ જ તેને એડમિશનનો ઓર્ડર મળશે.

 

રીપોર્ટીગ પ્રક્રિયા:

પ્રશ્ન ૨૭

વિદ્યાર્થીએ એડમિશન મળ્યા બાદ શું કરવાનું રહેશે?

જવાબ- ૨૭:

એડમિશનનો ઓર્ડર મેળવ્યા બાદ વિદ્યાર્થીએ બાકી રહેતી ફીની રકમ (જો હોય તો) કમિટી દ્વારા નક્કી કરેલ સમય મર્યાદામાં કમિટીએ નક્કી કરેલ બેંકની શાખામાં ભરવાની રહેશે. ત્યારબાદ વિદ્યાર્થીએ કમિટી દ્વારા નક્કી કરેલ સમય મર્યાદામાં પ્રવેશ મેળવેલ સંસ્થા ખાતે હાજર થવાનું રહેશે.

 

પ્રશ્ન ૨૮

વિદ્યાર્થી પ્રવેશ મેળવેલ સંસ્થા ખાતે હાજર ન થાય તો શું થાય ?

જવાબ ૨૮:

વિદ્યાર્થીએ કમિટી દ્વારા નક્કી કરેલ સમય મર્યાદામાં પ્રવેશ મેળવેલ સંસ્થા ખાતે હાજર થવાનું રહેશે. અન્યથા તેનો પ્રવેશ રદ કરવામાં આવશે.

 

મેળવેલ પ્રવેશ રદ્દ કરવાની પ્રક્રિયા:

 

પ્રશ્ન ૨૯

વિદ્યાર્થીને પોતાના પ્રવેશમાં રદ કરાવવા માટે શું કરવાનું રહેશે?

જવાબ ૨૯:

જો વિદ્યાર્થીને તેનો પ્રવેશ રદ કરાવવો હોય તો કમીટીએ નક્કી કરેલ સમયમર્યાદામાં એડમિશનનો અસલ ઓર્ડર અને ભરેલ તમામ ફીની રસીદ સાથે રૂબરૂ એડમિશન કમીટી, બી.જે.મેડીકલ કોલેજ, અમદાવાદ ખાતે આવવાનું રહેશે. એડમિશનના છેલ્લા કાઉન્સેલીંગ દરમ્યાન મેળવેલ પ્રવેશ કમિટી દ્વારા રદ કરવામાં આવશે નહિ.

 

રીશફલીંગ પ્રક્રિયા:

 

પ્રશ્ન ૩૦

વિદ્યાર્થીને પોતાના પ્રવેશમાં ફેરબદલ (રીશફલીંગ) કરાવવા માટે શું કરવાનું રહેશે?

જવાબ ૩૦:

જો વિદ્યાર્થીને પોતાના પ્રવેશમાં ફેરફાર કરવો હોય તો રીશફલિંગ કાર્યક્રમમાં ભાગ લેવાનો રહેશે. રીશફલિંગના વિગતવાર કાર્યક્રમની જાહેરાત જાણીતા સમાચારપત્રો તથા કમીટીની વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે. રીશફલિંગ કાર્યક્રમમાં દરેક વિદ્યાર્થી ભાગ લઇ શકશે. જે માટે વિદ્યાર્થીએ પોતાના મેરીટ નંબર મુજબ જણાવેલ સમય અને તારીખે રૂબરૂમાં એડમિશન કમીટી, બી.જે.મેડીકલ કોલેજ, અમદાવાદ ખાતે આવવાનું રહેશે. અગાઉના પ્રવેશ કાર્યક્રમ દરમિયાન જે સંસ્થા/વિદ્યાશાખામાં પ્રવેશ ઉપલબ્ધ હતો તે સંસ્થા/વિદ્યાશાખામાં બેઠકો ખાલી હશે તો પણ વિદ્યાર્થીને પ્રવેશ ફાળવવામાં આવશે નહિ. રીશફલિંગ કાર્યક્રમ દરમિયાન પોતાનો પ્રવેશ ફેરબદલ કરનાર વિદ્યાર્થીએ પોતાનો નવો એડમિશન ઓર્ડર તથા ફી ની રસીદ મેળવી લેવાની રહેશે. રીશફલિંગ કાર્યક્રમ દરમિયાન પ્રથમ વખત એડમિશન લેનાર વિદ્યાર્થીએ એડમિશન કમીટીમાં રહેલ બેંકની શાખામાં રૂ. ૧૫,૦૦૦/- રોકડા ટોકન ફી ભરવાની રહેશે. ત્યારબાદ જ તેને એડમિશનનો ઓર્ડર મળશે.

 

ફી રીફંડ:

 

પ્રશ્ન ૩૧

જો વિદ્યાર્થીએ પોતાનો પ્રવેશ રદ/ફેરબદલ કરાવ્યો હોય તો ફી રીફંડ મળશે?

જવાબ ૩૧:

જો કમિટી દ્વારા પ્રવેશ રદ કરવામાં આવ્યો હશે તો વિદ્યાર્થીએ ચૂકવેલ સંપૂર્ણ ફી રીફંડ કરી આપવામાં આવશે. જો વિદ્યાર્થીએ પોતાનો પ્રવેશ ફેરબદલ કરાવ્યો હોય તો તેવા કિસ્સામાં પ્રવેશની જૂની અને નવી સંસ્થાની ફી તફાવતની રકમ ચુકવવામાં આવશે.

જે અંગે ની કાર્યવાહી એડમિશન પ્રક્રિયા સંપૂર્ણપણે પૂરી થયા બાદ શરુ કરવામાં આવશે. જેની વિગતવાર માહિતી કમીટીની વેબસાઈટ www.medadmbjmc.in ઉપર પ્રસિધ્ધ કરવામાં આવશે.